'શોટગન'નો જબરદસ્ત યુ ટર્ન, PM મોદીના કર્યાં વખાણ, ભાજપે કહ્યું-'ટિકિટની કોઈ ગેરંટી નથી'

બિહાર ભાજપ શાખાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાનો આભાર વ્યક્ત કર્યો. સિન્હાએ પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ધાટનને લઈને મોદીના વખાણ કર્યા હતાં. જો કે ભાજપે સ્પષ્ટ કર્યું કે તેમનો આ યુ ટર્ન આગામી લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટની ગેરંટી નથી. 
'શોટગન'નો જબરદસ્ત યુ ટર્ન, PM મોદીના કર્યાં વખાણ, ભાજપે કહ્યું-'ટિકિટની કોઈ ગેરંટી નથી'

પટણા: બિહાર ભાજપ શાખાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાનો આભાર વ્યક્ત કર્યો. સિન્હાએ પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ધાટનને લઈને મોદીના વખાણ કર્યા હતાં. જો કે ભાજપે સ્પષ્ટ કર્યું કે તેમનો આ યુ ટર્ન આગામી લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટની ગેરંટી નથી. 

શત્રુધ્ન સિન્હા લાંબા સમયથી મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ટીકા કરતા આવ્યાં છે. પરંતુ બરૌનીમાં આયોજિત એક કાર્યક્રમમાં પટણા મેટ્રોની આધારશીલા રખાયા બાદ તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને મોદીના વખાણ કર્યા હતાં. 

રાજ્યના ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે સાચુ કહેવા બદલ શત્રુધ્ન સિન્હાના આભારી છીએ. દુનિયાભરમાં આ પ્રોજેક્ટના વખાણ થવાની સાથે સાથે સિન્હાનું આ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે કે જે 130 કરોડ ભારતીયોમાં વિશ્વાસ કરે છે. જે કોઈ વડાપ્રધાનના નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કરે છે તેમની સાથે પ્રેમભર્યો વર્તાવ થાય છે. પરંતુ પાર્ટીમાં યથાવત રહેવા અને યુ ટર્ન લેવો એ સિન્હાની ટિકિટ માટેની ગેરંટી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news